પક્ષી વિશે થોડી માહિતી :- પક્ષીનું નામ ગુજરાતી : કલકલિયો અંગ્રેજી : White Breasted Kingfisher શાસ્ત્રીય: Halcyon smyrnensis (Linnaeous) નદી, સરોવર વગેરેને છોડી કૂવા, ઝરણા અને ખાબોચિયામાં પસંદ કરનારો સફેદવક્ષ કલકલિયો કાબર જેવડું પક્ષી છે. દૂધ જેવી ઉજળી છાતી અને અણીદાર લાંબી જાડી રાતી ચાંચ વાળા રૂપાળા આ પક્ષીને કોઈ એ ન જોયું હોય એવું ભાગ્યે જ બનશે.ભારત માં બધે ઠેકાણે દેખાતો આ કલકલિયો પાણી કાંઠા કરતાયે વધુ, બાગબગીચા અને વાડીઓનું પંખી છે. સફેદ છાતીવાળાકલ્કાલીયાને ગીચ જંગલો અને રણ પરદેશો પસંદ નથી. આમ છતાય તે તદ્દન બિના તેમજ સાવ સૂકા મૂલકોમાં જોવા મળે છે. પોતાના ખોરાક માટે ખાડખાબોચિયા , ભાથોડા ઉપરાંત એ નદી કાંઠાની પણ મુલાકાત લે છે. સાગરકાંઠો એને પ્રિય છે. દરિયા કિનારાની કોઈ ટેકરી, ભેખડ કે ઊંચી જગા પર એના દર્શન થાય છે. ...